Placeholder canvas

હે ભગવાન: હવે તો વાંકાનેર સ્મશાનમાં પણ લાકડા ખૂટી પડ્યા છે !!

ભાટિયા સોસાયટી અને મોટી વાડી સ્થિત સ્મશાન ગૃહમાં દરરોજ દસથી વધુ મૃતદેહો આવતા વિકટ સ્થિતિ ; કાલે બપોર સુધી ચાલે તેટલા જ લાકડા

વાંકાનેર : કોરોના મહામારીના ખપ્પરમાં હોમાઈ ગયેલ મોરબી જિલ્લામાં વાંકાનેર શહેર અને તાલુકાની હાલત અત્યંત દયાજનક બની છે. આજે તો વાંકાનેરના બન્ને સ્મશાનગૃહમાં લાકડા ખૂટી પડવા જેવી સ્થિતિ વચ્ચે કરુંણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, સાંજે સેવાભાવી યુવાનોની ટીમ દ્વારા ભાટિયા સ્મશાન ગૃહ માટે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે આવતીકાલે બપોર સુધી જ ચાલે તેમ હોય દાતાઓએ આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

વાંકાનેર શહેર અને તાલુકામાં કોરોના બેફામ બન્યો હોય લોકો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ વાંકાનેર શહેરના બન્ને સ્મશાન ગૃહમાં દરરોજ દસથી વધુ મૃતદેહોની અંતિમવિધિ થતી હોય હાલમાં સ્મશાનમાં લાકડા ખૂટી પડ્યા છે.

દરમિયાન સાંજના સમયે વાંકાનેર સેવાભાવી યુવાનોની ટીમને આ બાબતની જાણ થતાં સાંજે જાતમહેનતે લાકડાની વ્યવસ્થા કરી હતી પરંતુ લાકડાનો આ જથ્થો પણ આવતીકાલે બપોર સુધી ચાલે તેમ હોય સ્મશાન ગૃહમાં લાકડા માટે દાતાઓને આગળ આવવા સમાજ સેવકોએ અનુરોધ કર્યો છે. ઉપરાંત સ્મશાન ગૃહમાં લાકડા આપવામાં માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ભાટીયા સોસાયટી સ્મશાન સમિતિ:
મનોહરસિંહ જાડેજા ૯૩૭૭૯૪૦૩૩૮
સચિન ગોહિલ ૭૯૮૪૦૮૫૩૪૨
શિવાજી રાજગોર ૯૮૯૮૬૯૮૦૧૮

આ સમાચારને શેર કરો