યુનિવર્સિટી ખુદ ચડાવ પાસ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 મુદ્દાઓમાં માત્ર 0 માર્ક !

વેલકમ ટુ બી’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વિદ્યાર્થીઓની માર્કશીટમાં 0’ માર્ક મૂકતી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક દ્વારા મળેલી માર્કશીટમાં જુદા જુદા 17 પોઈન્ટમાં 0’ માર્ક પ્રાપ્ત થયા છે. મૂલ્યવર્ધિત કોર્સ, દર ત્રણ વર્ષને બદલે દર વર્ષે કોર્સમાં અપગ્રેડ થાય, કોર્સ અને વિદ્યાર્થીઓનો ડિમાન્ડ રેશિયો સહિતના જુદા જુદા 17 મુદ્દાઓમાં યુનિવર્સિટીને એકપણ માર્ક મળ્યો નથી, ઉપરાંત 11 પોઈન્ટમાં માત્ર 1 માર્ક પ્રાપ્ત થયો છે.

આવું થવાનું કારણ એ જ છે કે યુનિવર્સિટીએ નેકમાં સબમિટ કરેલા SSRમાં કેટલીક બાબતો ખોટી, ગેરમાર્ગે દોરતી અને ક્ષતિયુક્ત દર્શાવી છે. યુનિવર્સિટીમાં આંતરિક ખેંચતાણ, સગાવાદ, માનીતાઓને હોદ્દા, રાજકારણ શિક્ષણ માટે અત્યંત હાનિકારક હોવાનો ઉત્તમ નમૂનો તાજેતરમાં મળેલો B’ ગ્રેડ છે. નેકની ટીમે પણ ઇન્સ્પેક્શન દરમિયાન યુનિવર્સિટીના સત્તાધીશોને ટકોર કરી હતી કે, કેન્દ્રમાં હંમેશા વિદ્યાર્થી અને અધ્યાપક જ હોવા જોઈએ.

‘B’ ગ્રેડ મુદ્દે 45 દી’માં નેકમાં અપીલ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાજેતરમાં જ મળેલા ‘B’ ગ્રેડને લઈને અપીલમાં જવાની તૈયારી કરી રહી છે. નિયમ મુજબ 45 દિવસમાં અપીલ કરી શકાય છે જેના માટે અંદાજિત 1 લાખથી વધુની ફી પણ ભરવાની રહે છે. યુનિવર્સિટી એડમિશન અને પરીક્ષા પદ્ધતિ, રિસર્ચ ઈમ્પ્લીમેન્ટેશન, SSIP, યુનિવર્સિટીમાં ફીડબેક સિસ્ટમ સહિતના મુદ્દે અપીલ કરશે.

આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફેલ, 0 માર્ક મળ્યા
છેલ્લા 5 વર્ષમાં મૂલ્યવર્ધિત જીવન કૌશલ્ય આધારિત કોર્સ શરૂ કર્યા, ડિમાન્ડ રેશિયો, રાજ્ય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ, માન્યતા, ફેલોશિપ મેળવનારા કાયમી શિક્ષકોની સરેરાશ ટકાવારી, છેલ્લા 5 વર્ષમાં પરીક્ષાઓમાં મૂલ્યાંકન અંગે વિદ્યાર્થીઓની ફરિયાદો / સરેરાશ ટકાવારી., સંસ્થા સંશોધન માટે તેના શિક્ષકોને દર વર્ષે નાણાં પ્રદાન કરે છે., 5 વર્ષમાં અદ્યતન અધ્યયન / સંશોધન માટે રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય ફેલોશિપ / આર્થિક સહાય પ્રાપ્ત કરનારા શિક્ષકોની ટકાવારી., રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા UGC-SAP, CAS, DST-FIST, DBT, ICSSR અને અન્ય માન્યતાવાળા વિભાગોની ટકાવારી., સંશોધન માટે વધારાનું ભંડોળ, છેલ્લાં 5 વર્ષ દરમિયાન કન્સલ્ટન્સી અને કોર્પોરેટ તાલીમથી પ્રાપ્ત થયેલ આવક., સંસ્થા દ્વારા પ્રાપ્ત પુરસ્કારોની સંખ્યા, શિક્ષકો અને સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિસ્તરણ પ્રવૃત્તિઓને માન્યતા., સંશોધન, ફેકલ્ટી એક્સચેન્જ, વિદ્યાર્થી વિનિમય / દર વર્ષે ઇન્ટર્નશિપ માટે સહયોગી પ્રવૃત્તિઓની સંખ્યા., છેલ્લા પૂર્ણ થયેલા શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લાઇબ્રેરીનો દિવસ દીઠ વપરાશ.,5 વર્ષમાં સંસ્થા, સરકારી અને બિન-સરકારી એજન્સીઓ (એનજીઓ) દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સરેરાશ ટકાવારી., 5 વર્ષ દરમિયાન આંતર-યુનિવર્સિટી / રાજ્ય / રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને જાળવણી માટે સંસ્થાએ મૈત્રીપૂર્ણ, અવરોધ મુક્ત વાતાવરણ કર્યું છે કે કેમ?

આ સમાચારને શેર કરો
  • 22
  •  
  •  
  •  
  •  
  •  
    22
    Shares