Placeholder canvas

રાજ્યમાં કુલ પોઝિટિવ આંક 939 અને કુલ મૃત્યાંક 38 પર પહોંચ્યો.

ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 939એ પહોચ્યો છે. જ્યારે 9 દર્દી સાજા થતાં રાજ્યમાં કુલ 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં મોડી રાત્રે એક યુવકનું અને અરવલ્લીમાં પ્રથમ દર્દીનું મોત નીપજતાં કુલ મૃત્યાંક 38 થયો છે.રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. જો કે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે આપેલી માહિતીમાં બોટાદના 3 અને છોટાઉદેપુરના એક નવા કેસનો ઉલ્લેખ નથી. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 939 દર્દી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 939 પોઝિટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.
રાજ્યમાં 938 પોઝિટિવ કેસ, 37 મોત અને 73 ડિસ્ચાર્જ કરાયા છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…

એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews


આ સમાચારને શેર કરો