Placeholder canvas

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડ બાબતે સામાજિક કાર્યકરોની અનશન પર બેસવાની ચીમકીથી તંત્ર સફાળું જાગ્યું

હડમતિયા-લજાઈ ગામના બિનરાજકીય સામાજિક કાર્યકરોની અનશન પર બેસવાની ચીમકીથી તંત્રના અધિકારીએ સામાજિક કાર્યકરો અનશન પર બેસે એ પહેલા જ કાર્યકરોને મળી સમજાવટ કરી મૌખીક બાહેધારી આપતા મામલો થાળે પડ્યો

ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ સ્ટેટ હાઈવે ગણાતો અત્યંત બિસ્માર હાલતમાં હોય વારંવાર ટેલિફોનીક મૌખીક રજુઆતો કરવામાં આવેલ આ રોડ બન્યાના આઠ વર્ષમાં માત્ર થીંગડા જ મારવામાં આવતા હોવાથી વાહન ટ્રાફિકથી ધમધમતો આ રોડ તુટી જવાથી વાહન ચાલકો, ઈન્ડસ્ટ્રીયલ જોન અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો તેમજ રાહદારીઓએ ફરિયાદો ચુંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય સ્વરુપ ન આપવાના બદલે લોકોએ બિનરાજકીય સામાજિક કાર્યકરોને આવગત કરી ફરિયાદો કરતા સામાજિક કાર્યકરોએ લોક લાગણીને ધ્યાને રાખી અનશન પર બેસવાની જાહેરાત કરતા

સામાજિક કાર્યકરોએ અનશન પર બેસવાની જાહેરાત કરતા તંત્રના અધિકારીશ્રી એચ.એ.આદ્રોજા એ સામાજિક કાર્યકરો અનશન પર બેસે એ પહેલાં જ સફાળા જાગતા રોડની મુલાકાત લઈ રોડની પરિસ્થિતનો તાગ મેળવી અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારનાર કાર્યકરો રમેશ ખાખરીયા, પ્રવિણ મેરજા, ગૌતમ વામજાની રૂબરુ મુલાકાત લઈને મીટીંગ યોજી જરુર જણાય ત્યાં માટીકામ, મેટલ કામ કરી પેચવર્ક કરવાની બાહેધારી આપી હતી.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ રોડ સ્ટેટ હાઈવેના અંડરમા હોવાથી અમો ઉપર મુજબની રજુઆત કરીને જેમ બને તેમ લજાઈ થી જડેશ્વર સુધીનો રોડ તાત્કાલિક મંજુર થાય તેવા પ્રયાસ કરીશું આમ તંત્રએ મૌખીક બાહેધારી આપતા હાલ મામલો થાળે પડ્યો હોવાથી લોકોમાં ખુશી જોવા મળેલ છે. આ બાબતે સામાજિક કાર્યકરોએ તંત્રનો વિનમ્રતા પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો

આ સમાચારને શેર કરો