Placeholder canvas

નવા મોટર વ્હીકલ એક્ટની અમલની તારીખ 15 ઓક્ટોબર સુધી રાજ્ય સરકારે લંબાવી

વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી છે. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, “આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.”

વાહનવ્યવહાર મંત્રીએ જાહેરત કરતા જણાવ્યું હતું કે, “કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે. “

મંત્રીની સ્પષ્ટતા પ્રમાણે જે લોકોએ પહેલાથી જ દંડ ભરી દીધો છે તેને પાછો આપવામાં નહીં આવે. મંત્રીના કહેવા પ્રમાણે લોકોની સગવડતા માટે મુદત વધારવામાં આવી છે. પરંતુ જે રકમ જમા થઈ છે તેને પરત આપવામાં નહીં આવે.

વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો