Placeholder canvas

હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશને 1111 વૃક્ષો વાવ્યા

સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


શનિવાર અને રવિવાર ના બન્ને દિવસોમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશન ના ડાયરેક્ટર રક્ષા મહેતા એ હળવદ ને હરીયાળુ બનાવવા ના શુભ આશયથી આ ભગીરથ કાર્ય હાથ ધર્યુંછે , આ લોક ઉપયોગી કાર્ય માં નવયુવાનો નો ઉત્સાહ સરાહનીય રહ્યો હતો. વૃક્ષા રોપણ માં લીમડો ,સરગવો ,હજારીગલ, જાંબુ, વડ, તુલસી ના ૧૧૧૨ વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષા રોપણ માટે સવારે ૭ વાગ્યાથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી શ્રમ યજ્ઞ કરવા માં આવતો હતો.બે દિવસ માં બ્રાહ્મણ નું સ્મશાન રબારી નું સ્મશાન, પ્રજાપતિ નું સ્મશાન, દરજીનું સ્મશાન ,કંદોઈ નું સ્મશાન માં વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત ધનાળા ગામ ના સ્મશાન તેમજ હળવદના કબ્રસ્તાનમાં પણ વૃક્ષો વાવવામાં આવ્યા હતા .


આ તકે સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા ખાસ આભાર વન વિભાગ ના અધિકારી ડાંગર નો માન્યો હતો જેમણે વૃક્ષો સાથે તેમના સ્ટાફને મોકલ્યો, સ્ટ‍ાફમા વિજય શુકલા.હરદેવસિંહ ઝાલા, પ્રહલાદભાઇ ચૈહાણ.દાસ રાવલ.હીનેશ અગ્રવાત .ભરત શ્રીમાળીઍ ખૂબ જ સહયોગ આપી ને આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું હતું.

🏵🏵🏵🏵🏵🏵🏵🏵

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો