Placeholder canvas

વાંકાનેર: કોરોના કાળમાં પ્રાંત અધિકારી અને મામલતદારની જગ્યાઓ પડી છે ખાલી !

ચેમ્બર પ્રમુખ તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા જગ્યા ભરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાનાં દર્દીઓ સારવાર માટે ઓક્સિજન માટે રેમડીસીવર ઈન્જેક્શન માટે ચારેતરફ દોડધામ કરી રહ્યા છે. ત્યારે હાલ અહીંનું સરકારી તંત્ર રેઢું પડયુ છે. પ્રાંત અધિકારી અને મામલતદારની મહત્વપૂર્ણ જગ્યા ખાલી પડી છે ત્યારે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ અને પૂર્વ મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ દ્વારા તાત્કાલિક આ જગ્યાઓ ભરવા રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તો કોરોનાની શરૂઆત તથા જ હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતાં. સિવિલમાં માત્ર 30 બેડની જ વ્યવસ્થા થઈ શકી હતી. જેમાં પણ ઓક્સિજનની અછત ઉભી થતાં ત્યાં દર્દીઓને દાખલ કરવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે સરકારી તંત્ર રીતસર ઘૂંટણિયે પડી ગયું છે અને દાતાઓનાં સહકારથી ચાલતા કેર સેન્ટરમાં વાંકાનેરનાં દર્દીઓને કંઈક અંશે રાહત મળી રહી છે પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. તેમ છતાં કોઈ સરકારી અધિકારીઓ આટલો સમય બાદ હજુ સુધી ફરકયા પણ નથી! કારણ કે આ બન્ને જગ્યાઓ હાલ ખાલી પડેલી છે. ત્યારે કોરોના વધુ લોકોનો ભોગ લે તે પહેલા રેઢાપડ વાંકાનેરમાં મામલતદાર અને પ્રાંત અધિકારીની જગ્યાઓ તાકીદે ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો