Placeholder canvas

48 કલાક કોલ્ડવેવની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છના લોકો ઠંડીથી ઠરી જશે.

ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડા અને સુકા પવન ફુકાતા લઘુતમ તાપમાનો પારો ગગડ્યો, અને રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે. નલિયાનુ તાપમાન 4.6 ડિગ્રી નોંધાયુ છે. એટલે કે શિયાળાની સિઝનનો અત્યાર સુધીનો ઠંડો દિવસ નોંધાયો છે.

હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે, અને ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ લોકો થશે, અને એકાએક ઠંડી વધવાના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં તમામ શહેરનુ લઘુતમ તાપમાન ઘટ્યુ છે, અને ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. જોકે ઉતરપૂર્વના પવનો ફુકાય રહ્યા છે, અને ઉતરભારતમાં ઠંડીની અસર ગુજરાતમાં પણ અનુભવાય છે. કારણ કે ડિસેમ્બરના અંતમાં લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે, અને લોકો શિયાળાની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

ઠંડીથી બચવા શુ કરવું.?

ઠંડા સુસવાટા મારતા પવનમાં ઠંડી લાગી જવાની સંભાવના પણ ખૂબ વધારે હોય છે. શરદી, તાવ, ખાંસી, કફ અને ઘણી વાર ન્યુમોનિયા થઈ જવાનો ડર રહે છે. તેથી ઠંડી ન લાગે તે જોવું જરૂરી છે. શરીર પર એટલાં તો ગરમ કપડાં હોવાં જ જોઈએ કે ઠંડી લાગે નહીં.

ઠંડી હંમેશાં છાતી, પગ અને માથા વાટે શરીરમાં જાય છે. એમાં પણ છાતીના ભાગમાં ઠંડી સૌથી વધુ અસર કરે છે અને વધુ ઠંડી લાગતાં છાતી જકડાઈ જાય છે. ગળામાં બળતરા થાય છે અને ઉધરસ આવે છે. તાવ પણ ચડે છે.

સામાન્ય રીતે આપણે હાથ, પગ અને માથું ઉઘાડાં રાખીએ છીએ, પણ શિયાળામાં હાથ-પગનાં મોજાં પહેરવા અને માથે ગરમ કે સુતરાઉ સ્કાર્ફ બાંધવો. ખાસ કરીને સાઈકલ કે સ્કૂટર પર જતાં હો તો આટલી કાળજી અચૂક લેજો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો