Placeholder canvas

લોકડાઉન ઇફેક્ટ: બીડી માંગનાર વૃદ્ધનો પગ ભાંગી નાંખ્યો.!

રાજકોટ : લોકડાઉનની ઇફેક્ટ ખાસ કરીને વ્યસનીઓ પર દેખાવા લાગી હોઈ તેમ રાજકોટની ભાગોળે કણકોટ ગામમાં વૃદ્ધે કાઠી શખ્સ પાસેથી બીડી માંગતા તેણે ઉશ્કેરાઈ આ વૃદ્ધને પાટુ મારી દેતા તે નીચે પટક્યા હતા જેથી નીચે પથ્થર પર પડતા તેમનો પગ ભાંગી ગયો હતો.વૃદ્ધને મારમારી તેને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેનો પોલીસે ગુનો નોંધી આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામના પાટીએ ભોલે પાનવાળી શેરીમાં મફતિયાપરામાં રહેતા લાલજીભાઈ હીરાભાઈ ચૌહાણ (ઉ.વ 65) નામના વૃદ્ધ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કણકોટ ગામમાં જ રહેતા કાળુ કાઠીનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મૂજબ તેમણે આરોપી પાસે બીડી માંગતા આ શખ્સે ઉશ્કેરાઈ તમે કાયમી બીડી જ માંગતા રહેજો તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનિત કરી બીડી નથી દેવી તેમ કહી ગાળો આપી પાટુ મારતા વૃદ્ધ નીચે પડી જતા અહીં પથ્થર હોઈ તે પગના ગોળાના ભાગે વાગી જતા ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચી હતી. તાલુકા પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી આરોઇ કાળું કાઠી સામે આઈપીસીની કલમ 325,323,504 તથા જ્ઞાતિ અંગે અપમાનિત કરવા અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો