Placeholder canvas

આગાહી:વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે.

આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 8થી 10 તારીખ દરમિયાન જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, નવસારી, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ વખતે જાણે કે મેઘરાજા મનમૂકીને હેત વરસાવી રહ્યાં છે. આ સીઝનમાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે. તો હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દીવસ ભારે વરસાદ પડશે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,મહિસાગર, જામનગર,અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો