હજુ ધાબરા મુકી ન દેતા: આગામી 10 દિવસ ઠંડો પવન ફૂંકાશે

દેશ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે. ગઇકાલે કચ્છનાં વડા મથક ભુજમાં નલિયા કરાત પણ વધારે ઠંડી પડી હતી.

નોંધનીય છે કે, રાજકોટમાં બુધવારે 8.07 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. વિઝીબીલિટી સાવ ઘટી ગઈ હતી અને નજીકનું પણ સ્પષ્ટ દેખાતું ન હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં હજુ ઠંડી વધશે અને 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહેશે.

ગુજરાતમાં આગામી 10 દિવસ અતિ ભારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. જેની અસરને કારણે વહેલી સવારે અને રાતે અનેક જગ્યાએ લોકો તાપણી કરતા જોવા મળે છે.

વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. ગઇકાલે રાજ્યના સાત શહેરો એવા હતા જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થયો હતો.

મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત છે અને તાપમાનનો પારો હજુ પણ નીચો જઇ રહ્યો છે. દિલ્હીની ઠંડીએ ગત સોમવારે 119 વર્ષનો રેકોર્ડ તોડયો હતો જ્યારે મંગળવારે પણ તેવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દિલ્હીમાં થોડી રાહત રહે તેવી આગાહી ગવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાર જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઇ ઠંડી નહીં રહે અને તાપમાનમાં વધારો થઇ શકે છે. જોકે કેટલાક રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે જ્યાં ઠંડી યથાવત રહી શકે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  • 33
  •  
  •  
  •  
  •  
  •  
    33
    Shares