Placeholder canvas

ટંકારા: મધ્યાહન ભોજનથી વંચિત સરકારી શાળાઓના બાળકોના સમાચાર પ્રસિધ્ધ થતા તંત્ર સફાળુ જાગ્યું

By રમેશ ઠાકોર -હડમતીયા

ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાન ભોજનના જથ્થાનો લાભ સરકારશ્રીઓ મધ્યાહન ભોજન અંતર્ગત આપ્યો તે પ્રસંશનીય છે પરંતુ ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ ઍવી પણ છે જયાં મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી ત્યાં પણ ગરીબ બાળકો અભ્યાસ કરે છે તે બાળકોને પણ મળતો અનાજનો જથ્થો તથા કન્ટીજન્સી ની રકમ મળવા અંગે શ્રી અમરાપર ધાર પ્રાથમિક શાળા, શ્રી નવા રાજાવડ પ્રાથમિક શાળા, શ્રી દેવળિયા પ્રાથમિક શાળા, શ્રી ઉમિયા નગર પ્રાથમિક શાળા ઉપરોક્ત ચારેય શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ હોય અને શાળા સરકારી હોય સરકારના તંત્રના વાંકે મધ્યાન ભોજન બંધ હોય તો અન્ય શાળામાં મધ્યાન ભોજન ચાલુ હોય જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પણ મળ્યો છે તો ઉપરોક્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મળવો જરૂરી છે તેવી સામાજીક કાર્યકર અને પત્રકાર રમેશ ઠાકોર દ્વારા જાહેરહિત માટે કરેલ અનુરોધના ટંકારા પુરવઠા મામલતદારે નોંધ લીધી

તેમજ રાજ્ય સરકારશ્રી દ્વારા ફાળવેલ એમ.ડી.એમ. ની કન્ટીજન્શી (શાકભાજી) ની રકમ વિધાર્થીદીઠ આશરે ૧૦૦ થી ૧૫૦ મળવાપાત્ર રકમ બેંક એકાઉંન્ટના બદલે રોકડ ચુકવાય તો સરકારશ્રીના જાહેરનામાનો બેંકોમાં પણ ભંગ નહી થાય અને અમુક વિધાર્થીઓના ખાતા પણ નથી ખુલ્યા તેવા વિધાર્થીઓને પણ ન્યાય મળશે તેવી રજૂઆત કરેલ

તેવું ટંકારાના હડમતિયા ગામના સામાજીક કાર્યકર અને પુર્વ એસએમસી અધ્યક્ષ તેમજ ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે છેલ્લા ૨૫ વર્ષથી નિસ્વાર્થ સેવા આપતા રમેશ ઠાકોર જણાવી રહ્યા છે કે સરકારશ્રી આવા ગરીબ તેમજ આદિવાસી શ્રમજીવી પરિવારના બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત અન્નનો જથ્થો તેમજ કન્ટીજન્શીની રકમ તાત્કાલિક ફાળવવા માંગ કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો