Placeholder canvas

મહીકા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર: મધ્યમવર્ગી પણ ઉંચ્ચ શિક્ષિત યુવાન ગોરધન સરવૈયા

કોલેજ કાળથી જ રાજકારણમાં સક્રિય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરેલ અનુભવી શિક્ષિત યુવાન એટલે ગોરધન સરવૈયા

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી મહીકા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ગોરધન સરવૈયા એક મધ્યમવર્ગી પરિવારમાં ઉછરેલા, ઉચ્ચ શિક્ષિત યુવાન અને રાજકારણનો ખૂબ અનુભવી આગેવાન છે. તે કોલેજ કાળથી જ રાજકારણમાં સક્રિય છે અને ભાજપ સાથે સંકળાયેલા છે.

ગોરધન સરવૈયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ કરેલું છે, તેઓ વિદ્યાર્થી કાળમાં એબીવીપી સાથે સંકળાયેલા હતા. 2001માં ભાજપના સક્રિય સભ્ય બન્યાં અને 2009 માં તેઓ વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી બન્યા, 2013માં વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ બન્યા અને 2016માં ફરી પાછા તાલુકા ભાજપના પ્રમુખ પદે રિપીટ થયા. હાલમાં 2021 થી તેવો મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે ચાલુ છે.

તેઓ પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી 2005માં તાલુકા પંચાયતની લડ્યા અને ચૂંટાયા તેઓ 2005 થી 2010 સુધી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે રહ્યા. તેઓ 2010માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને જીત્યા 2010 થી 2015 સુધી રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે રહ્યા અને એ દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે સેવા આપી. જ્યારે મોરબી જિલ્લો અલગ થતાં તેઓ મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ ઉપ પ્રમુખ બન્યા.

આ ઉપરાંત તેવો શેખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ના 2005થી પ્રમુખ પદે છે. તેઓ મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (મયુર ડેરી)ના 2016 થી ડિરેક્ટર છે. આ ઉપરાંત તેઓએ પોતાના સમાજ આને વિસ્તારમાં અદેપર અને વિનયગઢ સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં પ્રમુખ ભૂમિકા નિભાવી છે. એ વિસ્તારના મધ્યમવર્ગી ખેડૂતોને આ મંડળી નો લાભ મળતો થયો છે.

ગોરધનભાઈ સરવૈયા માત્ર રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી તેઓ તળપદા કોળી સમાજના છેલ્લા નવ સમૂહ લગ્નના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. અત્યાર સુધીમાં તેઓએ 750 યુગલોને સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડયા છે. ઉપરાંત તેઓ કોળી સમાજની વાડી અને બોર્ડિંગની સ્થાપના કરવાનો વિચાર રાજુ કર્યો જે સમાજે વધાવી લીધો જેમનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત તેવો સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને કિશાન યુવક મંડળના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે.

આમ ગોરધનભાઈ સરવૈયાએ માત્ર મત લેવા માટેનો આગેવાન નથી, તેમને પોતાના વિસ્તાર અને સમાજ માટે ખૂબ સારી પ્રવૃત્તિ અને સેવા ના કામો કર્યા છે. આ તમામ પાસાને જોતા આ વિસ્તારના મતદારો આવા શિક્ષિત, જાગૃત, સમાજસેવક, કર્મનિષ્ટ, યુવાન આગેવાનને ગુમાવવાનું હરગીઝ પસંદ નહીં કરે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો