Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની મહીકા બેઠક ઉપર કમળ સોળે કલાએ ખીલશે: હનીફ બાદી અને ગોરધન સરવૈયા જોરમાં

વાંકાનેર તાલુકા પંચાયતની મહીકા બેઠક ઉપર કમર સોળે કલાએ ખીલી છે, એવું વાતાવરણ ઊભું થયું છે. આ સીટ ઉપરથી ભાજપે મહિકા ગામ પ્રોપરના ઉમેદવાર પસંદ કરતા મહિકા ગામમાં ભાજપનો જુવાળ જોવા મળે છે.

મહીકા સીટ ઉપર ભાજપે એક શિક્ષિત યુવાનને પસંદ કરતા ગામના લોકો આ યુવાને ચૂંટવા માટે સ્વયંભૂ રીતે આગળ આવ્યા છે. આ ઉપરાંત મહીકા જિલ્લા પંચાયતમાંથી ભાજપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવાનને પસંદ કર્યો હોય જેમના કારણે હનીફભાઈને તાલુકાની સીટમાં પણ ખૂબ લાભ મળી રહ્યો છે. જ્યારે હનીફભાઈના કારણે પણ ગોરધનભાઈને મહીકા માંથી વધારે મત મળશે, જેથી ગોરધનભાઈ જીતની દિશામાં આગળ વધી રહ્યા છે.

આ સીટ પર કોંગ્રેસે મહિકા ગામને પ્રતિનિધિત્વ ન આપતા ગામનો મોટો સમૂહ નારાજ છે. અને દર વખતે એક ને એક વ્યક્તિને ટીકીટ આપતા, શું અમારો ક્યારેય વારો જ નહીં ? આવા પ્રશ્નો ચર્ચાઈ રહયા છે. આ તમામ વિરોધનો અહીં ભાજપને લાભ મળી રહ્યો છે. જેથી હનીફભાઇ અને ગોરધનભાઈ સરવૈયા જોરમાં આવી ગયા છે. મહિકા સીટ પર કમળ ખીલશે એવું લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો