Placeholder canvas

મોદીની ગુજરાતને વધુ એક ભેટ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું થશે સાવ સરળ

વડોદરાથી કેવડીયા ટ્રેનની શુભ શરૂઆત થશે 17 જાન્યુઆરીએ PM મોદી 8 ટ્રેનોને લીલીઝંડી આપશે. ટ્રેન દ્વારા કેવડીયા દેશના વિવિધ ભાગોથી રેલ્વે લાઈનથી જોડાશે

દેશના વિવિધ ભાગોમાંથી રેલ્વે કેવડીયા સુધી આવશે. એક સાથે 8 ટ્રેનોને PM વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે જેમાં રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. તેની સાથે જ તેઓ અમદાવાદ ઉપરાંત હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી  કેવડિયા માટે રવાના કરશે.

વડોદરાથી કેવડિયા સુધી ગેજ કન્વર્ઝન, નવી લાઈન તેમજ પ્રતાપનગરથી કેવડિયા સુધીના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ડભોઈ, ચાણોદ સ્ટેશન નવા તૈયાર કરવાની સાથે કેવડિયા સુધીની નવી લાઈન પર મોરિયા, તિલકવાડા, ગરૂડેશ્વર તેમજ કેવડિયા સ્ટેશન તમામ પેસેન્જર સુવિધાઓ સાથે નવા તૈયાર કરાયા છે. આ કામગીરી લગભગ પૂર્ણ થતા વડાપ્રધાન 17મીએ સવારે 11 વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયાના તમામ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો