કારડીયા રાજપુત સમાજે પડધરીના PSI વાઢિયા સામે કડક પગલા લેવા આવેદન આપ્યુ

રાજકોટ: કારડીયા રાજપુત સમાજ દ્વારા સતાના મદમાં આવેલા પડધરીના પોલીસ અધિકારી પી.એસ.આઈ વાઢિયા સામે કડક પગલા લેવા માટે રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ ના પડધરીમાં પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. વાઢીયા તેમજ તેના પોલીસ સ્ટાફ સમગ્ર પડધરી વિસ્તારમાં પોતાની નોકરીનો રુઆબ બતાવી સત્તાનો દુરઉપયોગ કરીને કારડીયા રાજપૂત સમાજના નિર્દોષ લોકોની સામે ખોટા કેસ કરીને, માર મારીને, લોકોને ડરાવવા ધમકાવિને, અને હોદ્દાનો રુઆબ દેખાડી ગામલોકોને છેલ્લા ઘણા સમયથી હેરાન કરી રહ્યા છે.

તેવા અધિકારી સામે બદલી સહિતના પગલા ભરવા રાજકોટ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. કારડીયા રાજપૂત સમાજના રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પ્રમુખશ્રીઓ,સમાજના ચૂંટાયેલા પદાધિકારીઓ,સમાજના આગેવાન ભાઈઓ અને અન્ય તમામ સમાજના ભાઈઓ અને આગેવાનોને રાજકોટ કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા અને રાજકોટ રૂરલ પોલીસ (એસ.પી.) ને પણ આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •