Placeholder canvas

શ્રમિકોને ઘરે પહોંચાડવા ટ્રેન દોડાવા અંગે વિચાર કરી રહી છે સરકાર

લૉકડાઉનના કારણે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. સરકારે રેલવેને વહેલી તકે પોઇન્ટ ટૂ પોઇન્ટ એટલે કે નોનસ્ટોપ ટ્રેન દોડાવવા માટે એક યોજના બનાવીને આપવા માટે કહ્યું છે. રાજ્યો તેને લઈને સહજ નથી પરંતુ ભારત સરકાર તેને વધુ સરળ માને છે. મળતી જાણકારી મુજબ, જો પીએમ નરેન્દ્ર મોદીની યોજના પર મંજૂરી મળે છે તો એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી ટ્રેન દોડશે. તેમને તાત્કાલિક કૉરન્ટિન કરવામાં આવશે. સાથોસાથ ટ્રેનમાં વધારાની તકેદારી પણ રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે બુધવારે નવા દિશાનિર્દેશ જાહેર કરી રાજ્યોને ફસાયેલા સ્ટુડન્ટ્સ, પ્રવાસી શ્રમિકો, પર્યટકો અને તીર્થયાત્રીઓને તેમના ગૃહ રાજ્ય કે ગંતવ્ય સુધી પહોંચાડવા માટે દિશાનિર્દેશોનું કડકાઈથી પાલન કરીને લઈ જવાની મંજૂરી આપી હતી. આ દિશાનિર્દેશ ફસાયેલા લોકોની અવર-જવર દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને રોકવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવે એક આદેશમાં કહ્યું કે, આવા ફેસાયેલા લોકોના સમૂહને લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે અને આ વાહનોને સેનેટાઇઝ કરવામાં આવશે તથા સીટો પર બેસતી વખતે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે.

ગૃહ મંત્રાલયે એવું સ્પષ્ટ નથી કર્યું કે શું કોઈ વ્યક્તિ કે પરિવારને ખાનગી વાહનમાં જવાની મંજૂરી મળશે અને જો મંજૂરી મળી શકશે તો તેના માટે શું શરતો હશે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવાના આદેશમાં કહ્યું કે, લૉકડાઉનના કારણે પ્રવાસી શ્રમિકો, તીર્થયાત્રી, પર્યટકો, સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો વિભિન્ન સ્થળો પર ફસાયેલા છે. તેમને જવાની મંજૂરી આપવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો