મોરબી:આવતીકાલે જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં નવી ચૂંટાયેલી બોડીના નવ નિયુક્ત ભાજપના પ્રમુખ – ઉપપ્રમુખ દ્વારા સતાના સૂત્રો સંભાળ્યા બાદ આવતીકાલે પ્રથમ સામાન્ય સભા મળી રહી છે. જેમાં નાણાંકીય વર્ષ 2020-21ના સુધારેલા અંદાજપત્રની સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના બજેટને મંજુર કરવાની સાથે મનરેગા બજેટ પણ રજૂ થશે.

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના નવા સુકાનીઓએ શાસન ધુરા સંભાળતા વેંત જ જિલ્લા પંચાયતનું તંત્ર દોડતું થયું છે. આવતીકાલે બપોરે 12.00 કલાકે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી રહી છે. જેમાં ગત સામાન્ય સભાના ઠરાવને બહાલી આપવાની સાથે નાણાંકીય વર્ષ 2020-21ના સુધારેલા અંદાજપત્રની સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના બજેટને મંજુર કરવાની સાથે મનરેગા બજેટ પણ રજૂ થશે.

આ સમાચારને શેર કરો
  • 71
  •  
  •  
  •  
  •  
  •  
    71
    Shares