Placeholder canvas

વાંકાનેર: શાહબાવા ટ્રસ્ટની વહીવટી કમિટીની રાજ્ય સરકારે પુન: રચના કરી.

વાંકાનેર: વાંકાનેરની ઐતિહાસિક દરગાહ એટલે શાહબાવાની દરગાહ આ દરગાહનો વહીવટ મામલતદારના અધ્યક્ષ પદ હેઠળ વહીવટી કમિટી કરી રહી છે, તત્કાલીન વહીવટી કમિટીની પાંચ વર્ષની મુદત પુરી થતા વાંકાનેર મામલતદારે કલેકટર મારફત સરકારમાં દરખાસ્ત કરી હતી જેમની અનુસંધાને કાળજીપૂર્વક વિચારીને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કમિટીની રચના કરવામાં આવી છે.

આ વહીવટી કમિટીમાં અધ્યક્ષ પદે વાંકાનેર મામલતદાર રહે છે અને વહીવટી કમિટીની પુનઃ રચનામાં સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. (1) મંહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ, રહે.લક્ષ્મીપુરા વાંકાનેર (2) શેરસીયા જલાલભાઈ હાજીભાઈ રહે. ખીજડીયા તા.વાંકાનેર, (3) ભાઈખાનભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ, રહે.ગુલશનપાર્ક તા.વાંકાનેર, (4) કાદરી બસીરભાઈ હૈદરભાઈ, રહે. પ્રતાપચોક, વાંકાનેર. (5) પરમાર મહંમદહનીફભાઇ ગનીભાઇ, રહે. આરોગ્યનગર, વાંકાનેર. (6) બાદી હુસેનભાઇ અમીભાઈ, રહે.મહીકા, તા. વાંકાનેર. (7) કડીવાર હબીબભાઈ નુરમામદભાઈ રહે તીથવા, તા.વાંકાનેર.

હવે આ પુનઃ રચના કરેલ કમિટી દરગાહનો વહીવટ કરશે, જેમાં અધ્યક્ષ સ્થાને મામલતદાર વાંકાનેર રહેશે. આ કમિટીની મુદત આ ઠરાવ થયાથી પાંચ વર્ષની રહેશે

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો