ડુબલીકેટ તમાકુની બનાવટે તાલુકો બદલ્યો: રાજકોટ તાલુકામાંથી પકડાયું

ડુબલીકેટ તમાકુ બનાવવાનું વાંકાનેર થોડા સમયમાં હબ બની ગયું હતું અને અલગ અલગ સમયે અલગ અલગ કિસ્સામાં ઘણી વખત પોલીસે આ ડુબલીકેટ તમાકુની બનાવટ કરતી ફેક્ટરી અને આરોપીને ઝડપી પાડયા હતા હવે આ ડુબલીકેટ તમાકુની બનાવટે તાલુકો બદલી ને રાજકોટ તાલુકો પકડી લીધો હોઈ તેવી ઘટના સામે આવી છે.

રાજકોટ ના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમા બાગબાન તમાકુમા ભેળસેળ કરીને અથવા તો બાગબાન નું ડુબલીકેટ તમાકુ બનાવટ કરતા બે શખ્શો સોહીલ ઉસ્માન કડીવાર,(રહે રાતિદેવળી, તા.વાંકાનેર) અબ્દુલ અયુબ સમા (દાતારની દરગાહ પાસે વાંકાનેર)ને કુવાડવા પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરી અંદાજિત રૂપિયા સાત લાખ એકવીસ હજાર આઠસો વિસ (7,21,820/-) નો મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

મળેલ માહિતી મુજબ રાજકોટ તાલુકાના પીપળીયા ગામે સણોસરા જવાના રસ્તા ઉપર આવેલ નવીન નગર બ્લોક નંબર 221 માં રહેતા અબ્દુલ અયુબ સમા અને સોહિલ ઉસ્માન કડીવાર આ બંને આ મકાનની અંદર બાગબાન કંપનીનું 137 નંબરનું તમાકુ નું ડુપ્લિકેશન બનાવી રહ્યા હતા એમની માહિતી પોલીસને મળતા તેઓએ રેડ કરીને આ બંને આરોપી અને 721820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  • 144
  •  
  •  
  •  
  •  
  •  
    144
    Shares