Placeholder canvas

જાંબુડીયા પાસે ડમ્પરે કાકા-ભત્રીજાનો ભોગ લીધો

મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે એક ડમ્પરના ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ બાઇકમાં સવાર કાકા-ભત્રીજાના ભોગ લેવાયો હતો.

આ અકસ્માત અંગે ફરીયાદી હંસાબેન ભીખાભાઇ ગવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ડમ્પર નં GJ-13-W-2973ના ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી તેમના દિયરના મો.સા.નં. GJ 13 P 4958 ને હડફેટે લીધું હતું.

આ અક્સ્માતમાં ફરીયાદીના દિયર દેવાભાઇને બન્ને હાથમાં તથા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે ફરીયાદીના દિકરા ભોલાભાઇને માથામાં તથા ડાબા હાથમાં ખંભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને બંનેના મૃત્યુ થયા હતા. આ અકસ્માત થતા આરોપી પોતાના ડમ્પરને સ્થળ પર મુકી નાશી ગયો હતો. હાલમાં પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો