વાંકાનેર: ચંદ્રપુર પાસે હાઇવે ઉપર ખુટિયા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક ચંદ્રપુર સામે હાઇવે ઉપર Gj 03 HF 5526 નંબરનું બાઇક લઈને સંજયભાઈ ધરમશીભાઈ માલકિયા (ઉ.વ. 25 રહે. જુના ગારીયા) જઇ રહ્યા હતા. તે વેળાએ બાઇક ખુટિયા સાથે અથડાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નિપજયુ હતું. હાલ વાંકાનેર સિટી પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો
  • 205
  •  
  •  
  •  
  •  
  •  
    205
    Shares