Placeholder canvas

રેસ્ટોરન્ટના રસોડાનાં દરવાજા પરથી ‘નો એન્ટ્રી’ના પાટીયા ઉતારી લેવા પડશે.

હવે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહક જઈ શકશે, નો એન્ટ્રી વિધાઉટ પરમિશનના પાટીયા ઉતારી લેવા પડશે

કોઈપણ રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે,કિચન ચેક કરી શકશે!,”નો એન્ટ્રી વિધાઉટ પરમિશન”જેવા પાટિયાં રસોડા પરથી ઉતારી લેવાનો આદેશ!,ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી રેસ્ટોરાંઓની માઠી બેસશે.

રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરાયો છે,જે મુજબ સામાન્યથી લઈ ને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય.

કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાત તપાસ કરી શકશે, ગ્રાહક અને વિશાળ જનહિતના તરફેણમાં આવેલાં આ નિર્ણયની હકારાત્મક અસર આ ઇન્ડસ્ટ્રી પર થશે એ નક્કી છે.

આ પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે,જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે,આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં “નો એન્ટ્રી” નાં અને “એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી” ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો