Placeholder canvas

વાંકાનેર: ૧૨ સામાન્ય પ્રવાહ બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ હવે શારદા વિદ્યાલયમાં નહી લેવાઈ..!

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તારીખ ૫મી માર્ચથી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. આ પરીક્ષા માટે વાંકાનેર કેન્દ્રમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા એક પરીક્ષા બિલ્ડીંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે ધોરણ-10ની પરીક્ષામાં પણ એક બિલ્ડીંગમાં ફેરફાર કરવાનો આવ્યો છે.

વાંકાનેર કેન્દ્રમાં ધોરણ 10ની પરિક્ષા શારદા વિદ્યાલય બિલ્ડિંગમાં જે વિદ્યાર્થીઓને આપવાની થતી હતી તેઓએ હવે ફેરફાર થતા અમરસીંહજી હાઇસ્કુલ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે પરિક્ષા આપવાની રહેશે. આમ શારદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા હવે લેવાશે નહીં તેમની બદલે ૧૨ સામાન્ય પ્રવાહની ગર્લ્સ સ્કૂલ ખાતે અને ધોરણ 10ની અમરસિંહ હાઇસ્કુલ ખાતે લેવામાં આવશે.

આ બાબતની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબીએ દરેક સ્કૂલને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જેમને શારદા વિદ્યાલયમાં પરીક્ષા આપવાની છે તેવા વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી જાણ કરવાની પણ સૂચના આપી છે અને તેની સંપૂર્ણ માહિતી આવતી કાલે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબીને પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે.

આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી ધોરણ10ની પરીક્ષા શારદા વિદ્યાલય ખાતેથી રદ કરીને અન્ય સ્કૂલને ફાળવવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રએ પ્રથમ શારદા વિદ્યાલય ને બેઠક વ્યવસ્થા આપી અને બાદમાં કેમ રદ કરી? એની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો