Placeholder canvas

વાંકાનેર: તિથવા પાસે આસોઇ નદીમાં ડુબેલ અમરસરના યુવકની ડેડબોડી મળી

વાંકાનેર: વાંકાનેર પીપળીયા રોડ ઉપર તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં અમરસરનો એક યુવક પાણીમાં તણાયો હતો જેમની ડેડબોડી મળી આવેલ છે.

મળતી માહિતી મુજબ અમરસર ગામના રહેવાસી દેવશી રમેશભાઈ દેગામા ઉંમર વર્ષ આશરે 22 આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમરસર ગામથી આગળ અને તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં નાહવા ગયો હતો. જે તિથવાના બોર્ડ પાસેથી પાણીમાં તણાઈ ગયા હોવાની ઘટના ઘટી હતી. ત્યાં તેની શોધખોળ કરવામાં આવી હતી.

આ જગ્યાએ સ્થાનિક તરવૈયાઓ નદીમાં પાણીનો ભારે તાણ હોવા છતાં અને વધુ પાણી હોવા છતાં સેફ્ટી સાથે કેટલાક લોકો નદીમાં પડ્યા હતા અને કેટલીક વાર તપાસ બાદ આ અમરસરના યુવકની ડેડબોડી મળી આવી હતી. તેમને આ તરવૈયાઓએ બહાર કાઢી અને તેમના પરિવારજનોને સોંપી હતી. આમ સવારના તણાયેલા અમરસરના યુવકની સાંજ ના આસોઇ નદીમાંથી ડેડબોડી મળી આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો