Placeholder canvas

દીઘલિયા-શેખરડી રોડ પરનો કોઝવે ઓવરલોડ ચાલતા ડમ્પરના કારણે તૂટ્યો.

વાંકાનેર: તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને તેમને સરકારી તંત્રનો કોઈપણ પ્રકારનો how હોય એવું લાગતું નથી તેઓ ખુલ્લેઆમ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે. તેમના વરવાં પરિણામો ત્યાંની આજુબાજુની પબ્લિકને ભોગવવાના શરૂ થયા છે.

ગત રાત્રિના દીઘલીયા શેખરડી રોડ પર આવેલ કોજવે તૂટી પડયો છે આ મુખ્ય રસ્તા પર માટીની ઓવરલોડેડ ગાડીઓ સતત ચાલતી રહે છે જેમના કારણે આ રસ્તા ઉપરનો કોઝવે તૂટી ગયો છે. હવે ત્યાંથી મોટા વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ રહી નથી.

આમ આ વિસ્તારમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે. જેમને કોઈ રોકવા કે ટોકવા વાળું કોઇ છે નહીં, આ ખનિજ ચોરીમાં વપરાતી ગાડીઓ ખૂબ જ ઓવરલોડ ભરીને સતત ચાલતી રહે છે. જેના કારણે રસ્તાઓ અને નાના પુલ્યા તૂટી રહ્યા છે. આ બાબતે તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી દીઘલીયાના સરપંચ રસુલભાઇ ખોરજીયાએ માંગ કરી છે.

જુઓ વિડિયો…

https://m.facebook.com/story.php?story_fbid=798984993874860&id=319052715201426

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો