Placeholder canvas

સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, રદ થયેલો કાર્તિકી પૂનમનો મેળો 11-15 નવેમ્બરે યોજાશે.


‘મહા’ વાવાઝોડાના સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાતો આ મેળો આ વર્ષ 8 નવેમ્બરથી યોજાવાનો હતો.

અગાઉ રાજ્યના દરિયાકાંઠે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. આજે સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ મેળો આગામી 11-15મી નવેમ્બર યોજાયશે.

પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે. 1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો