Placeholder canvas

તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મજબૂત છે, વાતાવરણ મસ્ત છે, તમારે જશ લેવાનો છે. -કેસરીદેવસિંહજી

ગત રાત્રે તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનું વાલાસણ ખાતે ચૂંટણી કાર્યાલય કેસરીદેવસિંહજીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું

વાંકાનેર: ગઈ કાલે રાત્રે વાલાસણમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર નૂરજહાબેન ઈસ્માઈલભાઈ કડીવારના ચૂંટણી કાર્યાલયમા ઉદ્ઘાટન આ વિસ્તારમાં આવતા તમામ ગામના આગેવાનો અને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો હાજરી આપી હતી. ઉદઘાટન બાદ કેસરીદેવસિંહજીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે તમારી આ જિલ્લા પંચાયતની તીથવા સીટના ભાજપના ઉમેદવાર ખૂબ મજબૂત છે અને અત્યારે વાતાવરણ પણ મસ્ત છે, તમારે મત આપીને જશ લેવાનો છે.

કેસરીદેવસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે તમારા વિસ્તારના કોઇ પણ કામ હોય જે માત્ર તમારા ઉમેદવાર જ નહીં વાંકાનેર તાલુકા ભાજપની સમગ્ર ટીમ તે માટે અંગત રસ લેશે અને અમારી પ્રાયોરિટી સૌપ્રથમ તમામ ગામોમાં પ્રાથમિક સુવિધાની રહેશે, પાંચ વર્ષમા આપણે આપણા વિસ્તારના ઘણા બધા વિકાસના કામો કરવાના છે બસ એ માટે તમારી ફરજ એ છે કે તમે તમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને ઉમેદવાર માત્ર વિજેતા બનાવી ને નહીં પણ ખુબ મોટી લીડ સાથે વિજેતા બનાવો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે.

આ તકે જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ અને વાલાસણ ગામના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ કડી વારે જણાવ્યુ હતું કે અમોએ હંમેશા વાલાસણ ગામમાં ગામના વિકાસના અને લોકોને સુવિધા આપતા કામો કર્યા છે જો અમોને આ સીટમાં આપ સૌનો પ્રેમ અને સહકાર મળી જશે તો હજુ વધુ સારા કામ થઈ શકશે અને માત્ર વાલાસણ જ નહીં તીથવા જિલ્લા પંચાયત નીચે આવતા તમામ ગામોમાં મજબૂત વિકાસના કામો કરવાના છે જેમાં અમો ક્યારેય પાછી પાની નહીં કરીએ એટલો ભરોસો રાખજો…

કેસરીદેવસિંહજી અને ઈસ્માઈલભાઈએ કરેલ આ અપીલને હાજર રહેલા આગેવાનો કાર્યકરો અને મતદારોએ વધાવી લીધી હતી અને ભાજપ તરફથી વધુમાં વધુ મતદાન કરાવી જંગી લીડથી ચૂંટવાની ખાતરી આપી હતી. ચૂંટણી સુધી પૂણેથી ખૂણેથી એક એક મત અંકે કરીને ગૌરવપૂર્ણ વિજય માટે લાગી જવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મજીદ કડીવારે કર્યું હતું.

આ સમાચારને શેર કરો