Placeholder canvas

ટંકારા આન બાન અને શાન સાથે ૭૨ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

તાલુકા કક્ષાના ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લ હસ્તે ખુલ્લા આકાશ માં તિરંગો ફરકાવી સલામી આપી કરવામાં આવી હતી બાદ મા પ્રાસંગિક ઉદબોધન. પરેડ નિરીક્ષણ બાદ વુક્ષારોપણ કર્યુ હતું વર્તમાન કોવિડ 19 સમય ને અનુલક્ષીને આમંત્રિત નગરજનો જ હાજર રહ્યા હતા.

આ રાષ્ટ્રીય કાર્યક્રમ માં ટંકારા તાલુકા વિકાસ અધિકારી એમ.એમ.તરખલા ફોરેસ્ટ ઓફિસર કુડારીયા. મેડિકલ ઓફિસર ચિખલિયા માજી તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા ભુતપૂર્વ સરપંચ કાનાભાઈ સહિત ટંકારાના અગ્રણી મહાનુભાવો, જાણીતા વકીલ આર. જી ભાગિયા સંજય ભાગિયા હાજર રહ્યા હતા અંતમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશ સંઘાણી તથા સંકલન ટંકારા કન્યા શાળાના આચાર્ય ચેતન ભાગીયા એ કર્યું હતું.

આ સમાચારને શેર કરો