Placeholder canvas

મોરબી: 73માં સ્વતંત્રતા પર્વની જિલ્લા ક્ક્ષાની હળવદ ખાતે શાનદાર ઉજવણી

મોરબી : મોરબી જિલ્લામાં આજે 15મી ઓગસ્ટના રોજ 73માં સ્વાતંત્ર્ય પર્વની ગરિમા સભર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હળવદ ખાતે જિલ્લા કક્ષા અને મોરબી તાલુકા કક્ષાની રંગપર, ટંકારા તાલુકા કક્ષાની જબલપુર, માળિયા તાલુકા કક્ષાની મેધપર અને વાંકાનેર તાલુકા કક્ષાની જોધપર ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી.આ ઉપરાંત મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયારે જિ. પં.માં પ્રમુખ કિશોર ચીખલીયાના હસ્તે તથા તા.પં. તેમજ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ કેતન વિલપરાના હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે મોરબી જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં પણ ધ્વજ વંદન કરાયું હતું.

મોરબી જિલ્લાના હળવદમાં 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા હસ્તે ધ્વજ વંદન થયુ હતું અને ત્રિરંગાને ગરિમા પૂર્વક સલામી આપ્યા બાદ દેશભક્તિને તરબોળ કરતા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

આ સમાચારને શેર કરો