Placeholder canvas

મોહદ્દીષે આઝમ મીશન વાંકાનેર દ્વારા ૧૦મી મોહરમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

વાંકાનેર: આજે 10મી મોહરમ એટલે ઇસ્લામ ધર્મના પૈગમ્બર સાહેબના નવાસા (ભાણેજ) ઇમામ હુસેનનો સહાદતનો દિવસ આ દિવસ મુસ્લિમ બિરાદરો તાજિયા બનાવીને ઉજવે છે. ત્યારે મોહદીસે આઝમ મિશન વાંકાનેર દ્વારા આ તાજીયાના પર્વનો એટલે કે 10મી મોહરામની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

અનેક દેશોમાં માનવ સમાજની ખીદમત કરવાના ઉમદા હેતુથી કાર્યરત તથા મિશન ના સરપરસ્ત હૂઝુર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ મોહંમદ હસન અસ્કરીમીંયા સાહેબના આદેશ થી મોહદ્દીષે આઝમ મીશન વાંકાનેર દ્વારા આજના તાજીયા પર્વ (મોહરમ) નિમિત્તે તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

મોહદ્દીષે આઝમ મીશન વાંકાનેર ના આગેવાનો દ્વારા આજના તાજીયા પર્વ દીનને અનોખી રીતે અને સાદગીથી ઉજવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે દર્દીઓ અને વૃદ્ધોમાં કરબલાના શહિદોની યાદીમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. મોહરમ (તાજીયા) પર્વ નિમિત્તે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ દર્દીઓ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી ત્યાં પણ વૃદ્ધોમાં ફ્રુટનુ વિતરણ કરી અનોખો સેવાકર્મ ઉજાગર કરાયો હતો‌.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો