Placeholder canvas

ટંકારા: સુવિધાપથ સ્પીડ બ્રેકરના કારણે બન્યો દુવિધા ગસ્ત, સ્પીડ બ્રેકર ન હટાવે તો આંદોલન…

By Jayesh Bhatasna -Tankara

ટંકારા: સુવિધાપથ સ્પીડ બ્રેકર ના કારણે બન્યો દુવિધા ગસ્ત ત્રણ દી મા તંત્ર ખડકાયેલા સ્પીડ બ્રેકર દૂર ન કરે તો વીર સાવરકરના માર્ગે આંદોલન કરવાની ગાયત્રીનગર ના રહીશોની ચીમકી આગામી ૨૬મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાની ઉજવણી થવાની છે ત્યારે આ રીતની સમસ્યાઓને તંત્રને પહોંચી વળવા મોટો પડકાર વીર સાવરકરના નામની લઈ સ્થાનિક રાજકારણમા ગરમાવો આવી ગયો છે. આ મુદો આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ દેખાય છે.

ટંકારા ખીજડીયા ચોકડી થી ગાયત્રી નગરના ખુણા સુધી ગત વર્ષે જીલ્લા પંચાયતના બાંધકામ શાખા હેઠળ સુવિધા પર્થ નામે સિમેન્ટ રોડ જે મુખ્ય સ્મશાન ઉગમણા નાકા ને તથા વાંકાનેરની સીંગલપટ્ટી જે અમરાપર ટોળ થકી જડેશ્વર સુધી જવાનો મુખ્ય માર્ગ છે જે સિમેન્ટ રોડ મંજુર થયો હોય તેના પર કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી વગર ગેરકાયદે સ્પિડબેકરો આડેધડ ખડકી દેતા રાહદારીઓ અને રહીશો રીતસરના ઉકળી ઉઠ્યા હતા અને કલેકટર મોરબી ડિ ડિ ઓ મોરબી અને જિલ્લા પંચાયતની બાંધકામ શાખા ને આ બાબતની લેખિત રાવ કરી છે.

આ રજૂઆતમા જણાવ્યા મુજબ આ રોડ પરની દુવિધા દૂર કરવામાં નહીં આવે તો નાછુટકે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વના રોજ વીર સાવરકરને માર્ગે આંદોલન કરી વિરોધ કરવાની ફરજ પડશે જેમાં વર્તમાન સરકારની કે તંત્રની શાખ ખરડાશે તો તેની સંપૂર્ણ જવાબદારી જવાબદારી તંત્રની રહેશે. હાલ તો દેશમાં વીર સાવરકરના વિવાદને લઈ ભર શિયાળે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ટંકારાના ગાયત્રી નગર ના રહીશો દ્વારા ગાંધીજીના અહિંસાના માર્ગને ડાઈવર્ટ કરી રસ્તા પર ખડકાયેલા દબાણો દુર કરવા વીર સાવરકરના માર્ગને અપનાવ્યો હોય સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે સાથે આગામી દિવસોમાં આ મુદ્દો મોટું સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં.

જયારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત બાંધકામ શાખાના ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન કરવા છતાં એક પણ ફોન ઉપાડ્યો ન હોય સંપર્ક થઈ શક્યો ન હતો.

આ સમાચારને શેર કરો