Placeholder canvas

ટંકારા તાલુકામાં હડમતિયાની સરકારી સ્કુલનો SSC બોર્ડના પરિણામમાં દબદબો

સરકારી શાળાના કથળતા શિક્ષણ વચ્ચે માતૃશ્રી એમ.એમ.ગાંધી વિધાલય ટંકારા તાલુકામા બીજા ક્રમે

By રમેશ ઠાકોર (હડમતીયા)

ટંકારા તાલુકામાં સેલ્ફફાઈનાન્સ સ્કુલોના જયારે રાફડા ફાટ્યા છે ત્યારે સરકારી શાળાના કથળતા શિક્ષણ વચ્ચે ટંકારા તાલુકાના હડમતિયા ગામની ગ્રાન્ટેડ સરકારી શાળા “માતૃશ્રી એમ.એમ.ગાંધી વિધાલય” એ ટંકારા તાલુકામા SSC બોર્ડ 2020 નું પરિણામ બીજા ક્રમે રહેતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. માતૃશ્રી એમ.એમ. ગાંધી વિધાલયના ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુલાલ એમ., કારોબારી ટ્રસ્ટી સદસ્યો, આચાર્યશ્રી અઘારા સાહેબ તેમજ શિક્ષકગણ દ્વારા ટોપ-3 માં આવેલ તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રથમ ક્રમ – કામરીયા હાર્વિ રાજેશભાઈ 93.83 PR

બીજો ક્રમ – રાણસરીયા ઉમંગી દિનેશભાઈ 89.19 PR

ત્રીજો ક્રમ – ખાખરીયા નિકુંજ પ્રવિણભાઇ 82.51 PR

ટોપ-3 માં સ્થાન મેળવતા માતૃશ્રી એમ.એમ. ગાંધી વિધાલયને તેમજ વિધાર્થીઓને ચારો તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આ બાળકોને પ્રોત્સાહિત રુપે દાતાશ્રીઓ તરફથી ભેટરુપે રોકડ (ઈનામ) ની પણ લાહણી કરવાનું નક્કી કરાયાનું જાણવા મળેલ છે. માતૃશ્રી એમ.એમ.ગાંધી વિધાલય ગત વર્ષ 2019 માં પણ ટંકારા તાલુકામાં બીજા ક્રમે રહી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો