ટંકારા: વિદેશી દારૂના ગુનાનો આરોપી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂના ગુનામા સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજા (રહે. વિરવાવ, તા.ટંકારા, જી.મોરબી) વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હતી. આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્તને કલેક્ટરે મંજૂરી આપી હતી. આથી, આરોપી રવિરાજસિંહ (ઉ.વ. 28)ને ટંકારા પોલીસે ગઈકાલે તા. 27 જુલાઈના રોજ પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •