Placeholder canvas

ટંકારા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે સેન્સ બેઠક યોજી, મોટી સંખ્યામાં દાવેદાર અને ટેકેદારો ઉમટયા

ટંકારામાં રાજકીય ગરમાવો આવ્યો ક્રોગેસ હજી મુહૂર્તની રાહમાં…

By Jayesh Bhatasana (Tankara). ટંકારા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે ભાજપે સેન્સ બેઠક યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં દાવેદાર અને ટેકેદારો ઉમટયા હતા. ભર શિયાળે રાજકીય ગરમાવો આવ્યો ક્રોગેસ હજી મુહૂર્તની રાહમાં…

સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે ત્યારે ઉમેદવાર નક્કી કરવા માટે આજે ટંકારા ભારતીય જનતા પાર્ટી નિરિક્ષકોની ટીમ આવી હતી. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ઉમેદવારો હાજર રહ્યા હતા તાલુકા પંચાયત 16 બેઠક માટે 65 દાવેદાર અને જીલ્લા ની 3 સીટ માટે 14 મુહૂર્તીયા એ દાવેદારી નોંધાવી હતી જેમા સોથી વધુ તાલુકા પંચાયત ની ધુનડા ખાનપરની બેઠક માટે 8 જેટલા ઉમેદવારો એ સેન્સ આપી હતી.

હાલ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે ઉમેદવાર પણ ભારે જુસ્સા સાથે મેદાનમાં ઉતાર્યા હોય એવો માહોલ સર્જાયો હતો જેથી કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે બીજી બાજુ કોંગ્રેસ હજી બ્રહ્મ મુહૂર્તની રાહ જોતી હોય સતા પક્ષમા હોવા છતાં ઉમેદવારો ના નામ જાહેર કર્યા નથી.

આ સમાચારને શેર કરો