Placeholder canvas

ટંકારા: ભાડુઆતનો મકાન માલિક ઉપર હુમલો

ચાર શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Jayesh Bhatasana (Tankara) ટંકારા : ટંકારામાં મકાન ખાલી કરવાની બાબતમાં મકાન માલિક ઉપર ભાડુઆત સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મકાન માલિકે ચાર શખ્સો સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામે આવેલ સંધીવાસમાં રહેતા અને વેપાર કરતા રહેમતુલ્લા ઉર્ફે રફીકભાઈ અબ્દુલભાઈ ઠેબા (ઉ.વ. 32)એ આરોપીઓ અકબરભાઈ સુમારભાઈ ઠેબા, રજાકભાઈ ગુલાબભાઈ મોતીયાર, બસીરભાઈ સુમારભાઈ ઠેબા તથા રજાકભાઈ ગુલાબભાઈ મોતીયારના કાકા મુન્નાભાઈ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 5ના રોજ મીતાણા ચોકડીથી આગળ પાણીના સંપ પાસે બનેલા આ બનાવમાં ફરિયાદીએ એક આરોપીને પાંચ મહિના અગાઉ પોતાનું મકાન રહેવા માટે આપ્યું હતું.

આ મકાન તેઓએ ખાલી કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ લોખંડના પાઇપથી માર મારી અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો