Placeholder canvas

ટંકારા : એટ્રોસીટીની ફરિયાદ વિરુદ્ધમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

મકરસંક્રાંતિએ પતંગની માથાકૂટમાં થયેલી એટ્રોસીટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવીને ગ્રામજનોએ પોલીસ સમક્ષ યોગ્ય કાર્યવાહીની માંગ કરી.

By Jayesh Bhatashna (Tankara). ટંકારા : ટંકારાના હરિપર ભુતકોટડા ગામે મકરસંક્રાંતિએ પતંગ લેવા જવાની માથાકૂટમાં એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે વ્યક્તિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારે એટ્રોસીટીની ફરિયાદ સામે સામાપક્ષે ખેતરમા ઘઉંના પાકનો સોથ વાળી માર માર્યોની રાવ સાથે ગ્રામજનોએ ટંકારા પોલીસ મથકે દોડી ગયા હતા અને એટ્રોસીટીની ફરિયાદ વિરુદ્ધમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપી આ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને પોલીસ સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના હરિપર ભુતકોટડા ગામે રહેતા હેમલતાબેન નવનીતભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે, મકરસંક્રાંતિ પર્વના દિવસે તેમનો પુત્ર પતંગ લેવા જતા દલસુખભાઈ ચૌધરી અને સંજય ચૌધરીએ લાકડી વડે મૂઢમાર માર્યો હતો અને જાતિ પ્રત્યે હડધૂત કરીને અપમાનિત કર્યા હતા. આથી, ટંકારા પોલીસે આ બન્ને આરોપીઓ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેની સામે પક્ષના લોકોએ પણ ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા.

એટ્રોસીટીની ફરિયાદ સામે સામેના પક્ષના દલસુખભાઈએ પણ ટંકારા પોલીસને પોતાના ખેતરે ધઉના પાકને નુકસાન કરી ફડાકા અને માર માર્યાની ફરીયાદ કરી છે. આ બનાવને પગલે હરિપર ગામના સરપંચ ઉપરાંત ૭૦ જેટલા નગરજનો રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને લેખિત આવેદન આપ્યું હતું. જેમા ખોટી ફરિયાદ ઉપરાંત ધઉના પાકને નુકસાન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ટંકારા પોલીસે રજુઆત સાંભળી તપાસ કર્તા ડિવાયએસપીને રજુઆત પહોંચાડવાની ખાત્રી આપી હતી.

આ સમાચારને શેર કરો