Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ સામાજિક અને આર્થિક પછાત વર્ગના જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતનું પ્રમુખપદ સામાન્ય રહેશે

વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય, હળવદ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી અને મોરબી તાલુકા પંચાયતનું પ્રમુખપદ સામાજિક અને આર્થિક પછાત વર્ગ માટે અનામત

મોરબી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ માટેનું રોટેશન જાહેર કર્યું છે જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખપદ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત જાહેર થયેલ છે.

જ્યારે મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ સામાજિક અને આર્થિક પછાત વર્ગ (SEBC) માટે અનામત છે જ્યારે વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય અને તેમાંથી હળવદ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત જાહેર થયેલ છે.

જેથી, આગામી મોરબીમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી બાદ ચૂંટાયેલ બોડીમાંથી પ્રમુખ તરીકે સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તેવા ઉમેદવાર માટે અનામત જાહેર કરાતા હવે રાજકીય પક્ષોએ પક્ષમાંથી પ્રમુખ માટે જરૂરી સોગઠા ગોઠવવા લાગ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો