Placeholder canvas

વાંકાનેર: સ્વરાજ ડેરીના ડ્રાઇવરે કાનપર ગામની સીમમાં ડુબતા નીલગાયના બચ્ચાને બચાવ્યુ

વાંકાનેર તાલુકાના કાનપર ગામની સીમમાં આજે વહેલી સવારે આશરે વાગ્યાના સુમારે કડકડતી ઠંડીમાં નીલગાયનું નાનકડું બચ્ચું કોઈ કારણોસર પાણીના આવેબામાં પડી ગયેલ હોય જેને ત્યાંથી પસાર થતાં  પ્રતાપગઢના સલીમખાન તે અવેડા પર ધ્યાન જતા તેમાં નીલ ગાય નું બચ્ચું પાણીમાં ડૂબતું નજરે પડતાં પોતાની સ્વરાજ ડેરીની દૂધની ગાડીને રોકી તે નિલગાયના બચ્ચાને બચાવ્યુ હતું.

આ નિલગાય (રોઝડા) ના બચ્ચાને બહાર કાઢતા જ આ બચ્ચું પલકવારમાં દોડ મૂકી ભાગી ગયુ હતું અને માંડ માંડ જાન બચી હોય તેમ રાહતનો દમ લીધો હતો અને વાડી વિસ્તારમાં રફુચક્કર થઇ ગયું હતું. 

જાણવા મળતી વિગત મુજબ પ્રતાપગઢમાં રહેતા અને સ્વરાજ ડેરીમાંથી દૂધનીગાડીમા વિતરણ કરવા ગામડે ગામડે જતા સલીમખાન વહેલી સવારે આજે કાનપરની સીમમાં પાણીના અવેડામાં ડૂબતાં નીલ ગાયના બચ્ચાને બચાવીને સલીમખાને જીવદયાનું કામ કર્યું હતું. આ કડકડતી ઠંડીમાં નિલગાયના બચ્ચાને બચાવવા જતા સલીમખાન ખુદ પલળી ગયા હતા અને તેઓ વહેલી સવારમાં કડકડતી ઠંડીમાં પલાળીને પણ આ નિલગાયના બચ્ચાને બચાવ્યું હતું.

આ સમાચારને શેર કરો