Placeholder canvas

સ્વામિનારાયણના સાધુએ ભગવાન શ્રીકૃષ્ણને લઇ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

સુરતમાં વધુ એક ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. હજુ મોરારી બાપુના નિવેદનનો વિવાદ શાંત થયો નથી ત્યાં જ સ્વામિનારાયણના સંતે ભગવાન કૃષ્ણ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણના સંતે ‘કૃષ્ણ ભગવાને પોતે ભગવાન ન હોવાનું કહેતા ગુરુકુળના સંત’. ગુરુકુળના સંતના નિવેદનથી સુરત આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વરાછા વિસ્તારમાં આહીર સમાજે વિરોધ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ધર્મવલ્લભ સંપ્રદાયનો એક વીડિયો વાયરલ થયો છે. ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતાં જોવા મળ્યા, તેમણે પોતાના પ્રવચનમાં પાંડવોને વર્ણશંકર ગણાવ્યાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ આહિર સમાજ રોષે ભરાયો છે. આહિર સમાજના યુવાનો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ નોંધાવ્યો છે.

જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ સાધુ ધર્મવલ્લભદાસે એક વીડિયોના માધ્યમથી એક જાહેર ખુલાસો આપીને કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી શ્રદ્ધા. તેમણે કહ્યું હતું કે હું જે બોલ્યો તે ભગવાન કૃષ્ણ વિશે દાનવ શિશુપાલે કહેલી વાત હતી અને હું ભક્તોને તેના માધ્યમથી સમજાવી રહ્યો હતો કે દાનવોએ ભગવાન કૃષ્ણ વિશે કેવા કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો