Placeholder canvas

સુરતનો આગ પીછો નથી છોડતી: મિલમાં ભીષણ આગ.

શહેરનાં તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે

સુરત: આગ સુરતનો પીછો નથી છોડતી અહીં અવારનવાર આગની ઘટનાઓ ઘટતી રહે છે. આજે વધુ એક ઘટના સામે આવી છે સુરતના પાંડેસરામાં આવેલી મયુર સિલ્ક મિલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં શહેરનાં 16 ફાયર સ્ટેશશનની તમામ ગાડીઓ મંગાવી લેવામાં આવી છે. આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ આગ કેમ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

કોર્પોરેશનના અધિકારીએ આપેલ માહિતી પ્રમાણે આ આગનો કોલ અમને વહેલી સવારે પોણા છ કલાક મળ્યો હતો. ત્યારે તરત જ ત્રણ ફાયર ફાયટર મોકલી દેવામાં આવ્યાં હતાં. આ મિલમાં મોટા પ્રમાણમાં કપડા છે જેને કારણે આગ વધારે પ્રમાણમાં ફેલાઇ રહી છે. માલિકનાં જણાવ્યાં પ્રમાણે અંદર કોઇ માણસ હતું નહીં.

આસપાસનાં મિલ માલિકો પણ ચિંતામાં જોવા મળતા હતા, આસપાસની મિલનાં માલિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. તેઓ પણ વહેલી સવારથી અહીં આવી ગયા છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે, આ આગ એટલી ભીષણ હતી કે અમને પહેલા તો એવું થયું કે આ મિલનું બિલ્ડીંગ જ ન પડી જાય. પરંતુ ધીરે ધીરે આગ બુઝાઇ રહી છે.

💎💎💎💎💎💎💎💎

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો