Placeholder canvas

સુરત: 16 વર્ષના ભાઈ સાથેના અનૈતિક સંબંધથી 18 વર્ષની બહેને આપ્યો બાળકીને જન્મ…

સુરત: શુક્રવારે પનાસ ગામની કચરાપેટીમાંથી મળી આવેલ બાળકી મામલે ચોંકાવનાર ખુલાસો થયો છે. આ બાળકી સગા ભાઈ અને બહેનનાં અનૈતિક સંબંધોનું પરિણામ છે. બાળકીને ઘરે જન્મ આપ્યા બાદ બહેને તેને પતંગની દોરીમાં લપેટી કચરાપેટીમાં મરવા માટે છોડી દીધી હતી. જો ક 15 વર્ષની કિશોરીની કારણે બાળકીનો આબાદ બચાવ થયો હતો. હાલ પોલીસ આરોપી નાબાલિક હોવાથી તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ગત શુક્રવારે પનાસ ગામે SMC કવાટર્સ નજીક કચરાપેટીમાં 15 વર્ષની કિશોરીને બાળકીના રડવાનો અવાજ આવતો હતો. અને ત્યાં કાગડા કાગારોળ મચાવતા હતા. કિશોરીએ જ્યારે કચરાપેટીની પાસે જઈને જોયું તો ત્યાં પતંગના દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી હતી. આ બાળકીનો જન્મ પાંચ કલાક પહેલાં જ થયો હતો. અને જન્મના આટલા કલાકો બાદ જ માતાએ બાળકીને કચરાપેચીમાં મૂકી દીધી હતી.

ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તાજી જન્મેલી બાળકી સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ઉમરા વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેન વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. બાળકીને જન્મ આપનાર બહેન 17 વર્ષની હતી, જ્યારે ભાઈ 15 વર્ષનો હતો. ગર્ભ રહી ગયા બાદ શુક્રવારે બહેને બાળકીને જન્મ આપ્યો હતો. ઉમરા પોલીસે હાલ બહેન-ભાઈની અટકાયત કરી છે. બંન્નેએ પોલીસ સમક્ષ પોતાના સંબંધોને સ્વીકાર્યા છે. જોકે, ભાઈ સગીર હોવાથી યોગ્ય કલમો હેઠળ તેની ધરપકડ કરાશે.

આ સમાચારને શેર કરો