સુરત: રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 35 ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરતના સારોલી ખાતે આવેલી રઘુવીરે ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. હાઈરાઈઝ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર વિભાગના 35થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા.100થી વધુ ફાયર વિભાગના જવાનો રેસ્ક્યુ ઓપરેશન તેમજ આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. માર્કેટની અંદર કાપડની દુકાનો હોવાથી આગ ભીષણ છે. જોકે, તેની પર ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો છે.

આગ સૌ પ્રથમ સાતમાં માળે પેસેજમાં આવેલા ઈલેક્ટ્રીક ડીપીમાં લાગી હતી. ઈલેક્ટ્રીક ડીપીમાં પાવરનો મેન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતાં આગના ધૂમાડા અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતાં. સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરે મેજર કોલ જાહેર કર્યો છે. માર્કેટના કાચ તોડી કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ સમાચારને શેર કરો
  • 22
  •  
  •  
  •  
  •  
  •  
    22
    Shares