Placeholder canvas

ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં જિ.પં.ના સભ્યનું ઓચિંતુ ચેકિંગ, 20 ટકા સ્ટાફ જ હાજર મળ્યો

ટીડીઓને રજુઆત કરતા ગેરવર્તન કર્યાનો આક્ષેપ : ડીડીઓને રજુઆત કરીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ ટીડીઓ સાથે વાત કરતા કોઈ અપમાન નહી કર્યા નુ કહુ

By jayesh Bhatasna -Tankara

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમના ચેકિંગ દરમિયાન 20 ટકા જ સ્ટાફ હાજર જોવા મળ્યો હતો.આથી આ બાબતે રજુઆત કરતા ટીડીઓએ ગેરવર્તન કર્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો.આથી તેમણે આ બાબતે ડીડીઓને રજુઆત કરીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના ટંકારા તાલુકાના ઓટાળા ગામના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે , ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં જરૂરી કામકાજ માટે લોકોને અવારનવાર ધક્કા થતા હોવાની ફરિયાદ ઉઠે છે.આથી આ બાબતની ખરાઈ કરવા માટે મહેશભાઈ રાજકોટિયાએ આજે સવારે ટંકારા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી.તે દરમિયાન આ કચેરીમાં 20 ટકા જ જેટલો જ સ્ટાફ હાજર જોવા મળ્યો હતો અને જેના સમય સાથેનું રેકોર્ડીંગ પણ કર્યું હતું.બાદમાં આ બાબતે ટીડીઓ સાથે ચર્ચા કરી જે કર્મચારીઓ હાજર ન હોય તેના રજા રિપોર્ટ જોવા માટે રજુઆત કરી હતી.પણ ટીડીઓએ આ બાબતે લેખિત રજુઆત કરીને ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે મહેશ રાજકોટિયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને કોઈ અધિકારી બીજી વખત પ્રજાના પ્રતિનિધિ કે લોકો સાથે ગેરવર્તન ન કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જીલ્લા પંચાયતના સદસ્યની લેખિત ફરિયાદ બાદ આ અંગે ટીડીઓ નાગાજણ તરખાલાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે સદસ્યએ સરકારી રેકર્ડ જોવા માટે નહીં પણ રજા રિપોર્ટની નકલ માંગેલ હોય જે આપવા માટે એની એપ્લિકેશનની જરૂર હોય, આ પ્રક્રિયા અનુસરવા માટે જણાવ્યું હતું સાથે માત્ર IRD શાખાની માહિતી માંગેલ હોય, IRD શાખામાં કુલ 11 કર્મચારી કામ કરે છે જેમાંથી ઉત્તરાયણની રજાના લાભ સાથે 3 કર્મચારીએ તેમને મળવાપાત્ર રજામાં ગયેલા છે, 5 કર્મચારી ફિલ્ડ વિઝિટમાં હોય મુવમેન્ટ રજીસ્ટરમાં એન્ટ્રી કરી ગયેલા છે, 3 કર્મચારી હાજર જ હતા. આમ, 11 કર્મચારીના વિવરણની સંપૂર્ણ હકીકત આ રીતે હોવાનું જણાવ્યું હતું.

વિડિયો જોવા માટે નીચેની લીંક ક્લીક કરો…

https://m.facebook.com/story.php?story_fbid=859901317783227&id=319052715201426

આ સમાચારને શેર કરો