Placeholder canvas

વાંકાનેર: ગરીબ મજુરોની વહારે આવી અશરફનગર સુન્ની મુસ્લિમ જમાત

કોરોના વાઈરસ covid 19 ની મહામારી પ્રવર્તે છે ત્યારે રોજિંદી કમાણી કરતા ગરીબ મજદુરોની આવક બઁધ થઈ છે, તે ધ્યાને લઈ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની અશરફનગરની સુન્ની જમાતના આગેવાનો એ પુર્વ આયોજન કરીને આ મહામારીમાં મદદ કરવાના આશયથી ગામમાંથી ઘઉં અને રોકડ મદદ લેવાનો નિર્ણય કર્યો, એ નિર્ણયને લોકોએ વધાવી લીધો અને અશરફનગર સહિત સમગ્ર સિંધાવદર ગામના ખેડુતોએ ઘઉં અને રોકડ રકમ આપી ગામના આગેવાનો ની રહેબરી નીચે યુવકો એ અનાજ કરીયાણુ ગરીબો ને મળી રહે તેવી કીટ તૈયાર કરી. જે આજુ બાજુ મા રહેતાં જરૂરિયાત મઁદોને રાત્રે છુપી રીતે પહોંચાડવામા આવે છે.

આ રીતે સિંઘાવદર અને અશરફનગરના ખેડુતો એ જમાતનાં આગેવાનો નું માન રાખી દાખલા રુપ ઉદારણ પુરુ પાડેલ છે. તેમજ ગરીબોની ઈજ્જત નો વિચાર કરી છુપી મદદ કરવામાં આવી છે. તે પણ નોંધનીય છે. જયારે રમઝાન માસ આવે છે અને તે મુસ્લિમો માટે ઈબાદત અને દાન કરવાનો મહિનો છે. જયારે સિંધવાદર ગામના લોકોએ રમઝાન માસ પેહલા થીજ દાન કરવાનું ચાલુ કરતા હાલની મહામારીમાં ખૂબજ યોગ્ય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો