પીપળીયારાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ સીઆરસી કક્ષાએ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો એક સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.

પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા જવાહર નવોદય વિદ્યાલય પી.એસ.ઈ અને એન.એમ.એમ.એસ ની પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકા શાળાના આચાર્ય અબ્દુલ બાવરા, સી.આર.સી હસમુખ મકવાણા તેમજ પેટા શાળા 1, પેટા શાળા 2. ના આચાર્યો દ્રારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનાર માર્ગદર્શક શિક્ષક ઇલ્મુદીન કડીવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •