Placeholder canvas

હળવદમાં ઢોર નું રસ્તા રોકો આંદોલન!: પ્રજાના પ્રતિનિધિ પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ!!!

By આરીફ દીવાન
હળવદમાં સ્વચ્છતાનો અભાવ રહ્યો હોય તેવા સમયે જિલ્લા કક્ષાના અધિકારીઓ નું હળવદ પંથકમાં સમસ્યાઓની હારમાળા સતત અખબારો ના સમાચાર બની રહ્યું છે જેમ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દૂષણ ને નાબૂદ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ઘરમાં દારૂ પીવાની ના કહેતા મહિલા ને માર પડ્યાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેથી પ્યાસીઓ અને બુટલેગરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ ઘરમાં દારૂ પીવાની ના બાબતમાં ક્રોધિત થયેલા લોકોએ મહિલાને માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા સુધીની ઘટના વિકાસ લગતી સરકાર માટે લાલબત્તી સમાન બની છે.

ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાલક્ષી કાર્યમાં પણ નિષ્ફળ નીવડતા હોય તેમ છાશવારે સમસ્યાઓની હારમાળાનો ભોગ મતદાર પ્રજા ભોગવી રહી છે જેમાં સ્વચ્છતાનો અભાવ અને રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો રાહદારીઓ તોબા તોબા પોકારી ઉઠયા છે જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓ હળવદની મતદાર પ્રજાના પ્રજાલક્ષી કાર્યો માં જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ એક નહીં અનેક સમસ્યાઓથી મતદાર પ્રજા પરેશાન બની છે જે સમગ્ર જાહેર માર્ગ પર રખડતા ઢોરના રસ્તા રોકો આંદોલન જેવા દ્રશ્યો હળવદ ના મુખ્ય માર્ગો પર જોવા મળે છે. જે પ્રજાના પ્રતિનિધિ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે ચિંતન કરવા જેવું છે.

આ સમાચારને શેર કરો