Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ

આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/07/2020 ને ગુરુવાર છે. ત્યાર બાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં.

વાંકાનેરની દોશી કોલેજ માં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે વિદ્યાર્થીઓ B.A./B.Com. Sem.-1માં એડમિશન લેવા ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી આપવુ.

એડમિશન માટે માટે કોઈ વિદ્યાર્થીઓએ કોલેજે રૂબરૂ આવવાનું નથી. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/07/2020 ને ગુરુવાર છે. ત્યાર બાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં. આવેલાં બધા ઓનલાઇન ફોર્મ ને આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, મેરીટ લિસ્ટ પણ આ જ લિંક પર મૂકવામાં આવશે.

મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓએ ત્યારે જે સૂચના આપવામાં આવે તે મુજબ બધા આધાર / પુરાવાઓનું વેરિફિકેશન કરવામાં આવશે. લિંકમાં આવેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓએ તારીખ અને સમયે કોલેજે આવવાનું રહેશે. ઓનલાઈન ફોર્મમાં બધી જ વિગત સાચી ભરવાની રહેશે નહિતર ફોર્મ રદ થશે. આ લિન્ક પર જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓએ તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. એડમિશન પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી કોલેજ ની આ ગુગલ વેબસાઇટ https://sites.google.com/view/doshicollegewkr

અથવા ફેસબુક બુક પેજ ચેક કરતાં રહેવાનું દોશી કોલેજના પ્રિન્સિપાલ વાય.એમ. ચૂડાસમાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

ઓનલાઇન ફોર્મ ભરવામાંં આટલુ ધ્યાન રાખો… ➡️ ફોર્મ અંગ્રેજી કેપિટલ અક્ષર માં ભરવું,
➡️ અહીં આપેલ લીંક ની મદદથી સંપૂર્ણ ફોર્મ ભરી સબમિટ કરવુ.
➡️ ફોર્મ ભરતી વખતે પૂરતી કાળજી રાખવી અને જો વેરિફિકેશન દરમ્યાન ખોટી માહિતી હશે તો ફોર્મ રદ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો