Placeholder canvas

સલામ મોરબી : માત્ર 4 દિવસમાં દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ..!!

ઓક્સિજન પ્લાન્ટ ચાર દિવસમાં તૈયાર કરેલ ૯ ટન કેપેસિટી વાળા ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે 14 ટન લિકવિડ ઓક્સિજન ફાળવ્યું.

મોરબી : કોરોના મહામારીમા હોસ્પિટલમાં રહેલ કે હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીઓને ઓક્સિજન માટે હેરાન પરેશાન હતા તેમાં હવે રાહત મળશેહવે દર દર ભટકવું નહિ પડે. આજથી મોરબી સિરામિક એસોસીએશન નિર્મિત ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવા આ નવ ટન કેપેસિટીના આ પ્લાન્ટ મોરબી જિલ્લાની મહત્તમ જરૂરિયાત પૂર્ણ કરશે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર એસર ગ્રેનાઈટો ખાતે સિરામિક એસોસીએશનના ચારેય પ્રમુખ, પૂર્વ પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગકારો અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો છે.

આ કોરોના મહામારીમા મોરબી જિલ્લાને ઓક્સિજનની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો છે અને રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ ,ભાવનગર સુધી ઓક્સિજન પુરવઠો મેળવવા લાંબુ થવું પડતું હતું અને છતાં ય ઓક્સિજન મળવામાં અનિશ્ચિતતા રહેતી હતી. જેથી મોરબી સિરામિક એસોસીએશન દ્વારા ચારેક કરોડના ખર્ચે મોરબીને ઓક્સિજન માટે આત્મ નિર્ભર કરવા રાતો રાત ચારથી પાંચ દિવસમાં જ ઓક્સિજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો હતો, જો કે 9 ટન કેપેસિટી વાળા આ ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી લિકવિડ ઓક્સિજનનો ક્વોટા ત્વરિત ફાળવવા માટે કેન્દ્ર – રાજ્ય સમક્ષ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ઉદ્યોગકારોએ સઘન પ્રયાસ કરતા અંતે સરકારે લિકવિડ ઓક્સિજન ફળવતા આજે સવારે 11 વાગ્યે લખધીરપુર રોડ સ્થિત એસર ગ્રેનાઈટો ખાતે ઓક્સિજન રિફિલ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબીને દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે 14 ટન લિકવિડ ઓક્સિજન ફાળવવામાં આવતા આજે સિરામિક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓક્સિજન રિફિલ પ્લાન્ટની મંજૂરીમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલો સમય લાગતો હોય છે પરંતુ મોરબીના હિતમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર ચાર જ દિવસમાં આ પ્લાન્ટની મંજૂરી લાવી આજથી ઓક્સિજન રિફિલ પ્લાન્ટ શરૂ કર્યો છે જેને પગલે હવે મોરબીની હોસ્પિટલો અને કોરોનાના ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને મોટી રાહત મળશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો