મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન શરૂ કરવાની જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની માંગ

“મોરબી વાંકાનેર અપડાઉન કરતા મજૂરોને ખાનગી વાહનો વાળા બમણા પૈસા પડાવી રહ્યા છે”

By Arif Divan

મોરબી: મોરબી વાંકાનેર વચ્ચે માત્ર એક ડેમુ ટ્રેન દોડતી હતી, જે પણ કોરોનાવાયરસ અંતર્ગત લાંબા સમયથી બંધ હોય જેથી કારખાના ફેકટરી અને દુકાન વેપારમાં નોકરી કરવા જતા મજુર વર્ગ અને સરકારી નોકરિયાત વર્ગને અપડાઉન કરવામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે.

મોટાભાગનું લોક ડાઉન ગુજરાતમાં ખુલી ગયું છે ત્યારે મોરબી વાંકાનેર દોડતી ટ્રેન બંધ હોવાથી ખાનગી પ્રાઇવેટ વાહનોમાં અપડાઉન કરતા નોકરિયાત અને મજૂર વર્ગના લોકોને હાલાકી પડી રહી છે અને પ્રાઇવેટ વાહનમાં બમણું ભાડુ લેવામાં આવ્યું છે, જેથી અપડાઉન કરતા લોકોના પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે.

આ અપડાઉન કરતાં લોકોનો પ્રશ્ન જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના ધ્યાનમાં આવતા તેઓએ વાંકાનેર મોરબી વચ્ચે ડેમુ ટ્રેન તાત્કાલિક ચાલુ કરવાની માગણી કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •